વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે કરુણાંતિકા સર્જતી ઘટના સામે આવી છે, જેમાં ગામ નજીક આવેલ નદીમાં ભેંસોને પાણી પિવડાવવા માટે ગયેલ 11 વર્ષીય બાળકીનો પગ લપસી જતા પાણીમાં પડી જતા ડુબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા માનસીબેન જગદીશભાઇ હાડગરડા (ઉ.વ. ૧૧) નામની બાળકી ગઈકાલે સવારે ગામના પાદરમાં આવેલ બૈનેયો નદીમાં પોતાની ભેંસોને લઈ પાણી પિવડાવવા માટે ગયેલ હોય, દરમિયાન અચાનક બાળકીનો પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરક થઈ જતા પાણીમાં ડૂબી જવાથી માનસીનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….