વાંકાનેર તાલુકાના વિરપર ગામ ખાતે આવેલ ખાનગી માલિકીના પારકાં પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરતા બાબતે આરોપીઓ અને પ્લોટ માલિક વચ્ચે થયેલ બોલાચાલી બાદ ચાર શખ્સોએ મળી પિતા-પુત્ર સહિતના પરિવાર પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે...
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામ ખાતે રહેતા ફરિયાદી દેવશીભાઈ શામજીભાઈ કુકવાવા(ઉ.વ. ૫૫)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી બેચરભાઈ અજુભાઈ દેકાવાડિયા, ઘનશ્યામભાઈ અજુભાઈ દેકાવાડિયા, મહિપત ચતુરભાઈ દેકાવાડીયા અને રણજીત ચતુરભાઈ દેકાવાડિયા (રહે. બધા વિરપર) સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી બેચરભાઈ ફરિયાદીની માલિકીના પ્લોટમાં બાંધકામ કરતો હોથ,
જેને ગેરકાયદેસર બાંધકામ કરવાની ના પાડતા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીના પુત્ર રવીભાઇ પર હુમલો કરી માર મારતાં છોડાવવા વચ્ચે પડેલા ફરિયાદ તથા પરિવારના અન્ય સભ્યોને પણ આરોપીઓએ લાકડીના ધોકા ફટકારી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65