Thursday, September 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વિનયગઢ ગામે પિવાના પાણીનો પ્રશ્ન હલ, પાણીના વધામણા કરતા કારોબારી ચેરમેન....

    વાંકાનેરના વિનયગઢ ગામે પિવાના પાણીનો પ્રશ્ન હલ, પાણીના વધામણા કરતા કારોબારી ચેરમેન….

    વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હોય, જે અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હોય, અને સતત ત્રણ વર્ષોના પ્રયત્નો બાદ ૧૦૦ એલ.પી.સી.ડી. મુજબ ગ્રુપ સુધારણા યોજના થકી રંગપર સબ હેડવર્ક્સથી ખૂટતી પાઇપ લાઇન નાખવાનું કાર્ય પૂર્ણ થતાં આજે વિનયગઢ ગામે પિવાના પાણીના વધામણા જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યા હતા….

    આ તકે વિનયગઢ ગામના સરપંચ મૂળજીભાઈ રાઠોડ, તાલુકા ભાજપ મંત્રી જયેશભાઈ ડોંડા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઈ મેર, રાજુભાઈ મેર, હિરાભાઈ ગણાદીયા, રમેશભાઈ ધરજીયા, ગ્રામજનો તથા પાણી પુરવઠા વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!