વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીકથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને 168 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 4.01 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી લીધો હતો, જે બાદ આ બનાવમાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર અન્ય એક સહિત બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના હોળી-ધુળેટી તહેવાર અનુસંધાને પેટ્રોલિંગ દરમિયાન હેડ કો. કિર્તિસિંહ જાડેજા અને કો. અજયસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસે રોડ પરથી આરોપી રામદેવસિંહ ગજુભા ઝાલા (ઉ.વ. ૩૬, રહે. રાયસંગપર તા. મુળી, જી. સુરેન્દ્રનગર)ને
કાર નં. GJ 01 KU 9080 માં વિદેશી દારૂની હેરાફેરી કરતા અલગ અલગ બ્રાન્ડની 168 બોટલ (કિંમત રૂ .૧,૦૧,૫૫૬) સાથે વિદેશી દારૂ તથા કાર સહિત કુલ રૂ. 4,01,556 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિશાલ ગોરધનભાઈ કોળી (રહે. વરડુસર, તા.વાંકાનેર) અને કાર ચાલક રામદેવસિંહ ગજુભા ઝાલા એમ બંને વિરુદ્ધ ગુનો નોંધી દારૂ મંગાવનાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm