વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામના ફરીયાદીએ પોતાની ખેતીની જમીનમાં વાડ કરવા તથા ફેન્સીંગ કામ કરવા આરોપીઓ પાસેથી હાથ ઉછીની રકમ લીધેલ હોય, જે મુદ્દલ રકમ કરતા વધારે ૨કમ વ્યાજથી ચુકવી દીધેલ હોવા છતાં ફરીયાદી પાસે આરોપીઓએ અવાર-નવાર ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો…
આ બનાવમાં ફરીયાદી પરાસરા ઉસ્માનગની અબુજી (રહે. વીડી ભોજપરા)એ આરોપી ૧). રાધવસીભાઈ કરમસીભાઈ બાંભવા, (રહે. સિંધાવદર), ર). બાબુભા બાલુભા ચુડાસમા (રહે.રાજકોટ), ૩). મુકેશભાઈ જીલુભાઈ ભાંભવા, (રહે. રાજકોટ), ૪). ચનાભાઈ ઉકાભાઈ રાતડીયા (રહે. રાજકોટ), અને ૫). ધનાભાઈ લખમણભાઈ બાંભવા (રહે. રાજકોટ) સામેનો કેસ વાંકાનેરના મહે. જયુ. મેજી. ફસ્ટ કલાસ સાહેબની કોર્ટમાં જજ એસ. કે. પટેલ સાહેબ સમક્ષ ચાલી જતાં ધારદાર દલીલો થતાં આરોપીઓ તરફે પુરતો પુરાવો ન મળતા આ ગુનામાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમા આરોપીઓ તરફે એડવોકેટ અંજનાબેન એમ. રાઠોડ રોકાયા હતાં…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0