વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકીને તલાશી લેતા તેમાંથી 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે કાર તથા દેશી દારૂ સહિત કુલ રૂ. 2.80 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી મહિલા સહિત બેને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક પસાર થતી કાર નંબર GJ 01 RM 3763 ને રોકી તલાશી લેતા કારમાંથી 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે રૂ. 80,000 ની કિંમતનો દારૂ અને બે લાખની ગાડી સહિત કુલ રૂ 2.80 લાખના મુદ્દામાલ સાથે કાર ચાલક વિજયભાઈ લાખાભાઈ ચૌહાણ અને જયંતીભાઈ જકશીભાઈ ચૌહાણ (રહે. બંને ચિરોડા, તા. ચોટીલા)ની ધરપકડ કરી હતી…
આ બનાવમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર સોસાયટીમાં રહેતા રવિ ઉર્ફે માસ રમેશભાઈ કોળીને આપવા માટે જતા હોવાનું સામે આવ્યું હતું અને રેડ દરમિયાન રવિ કોળી અને ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ હાજર ન હતા જેથી કરીને પોલીસે આ ચારેય વિરુદ્ધ ગુનો નોંધી બે આરોપીઓને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm