વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતા એક ટ્રક ચાલક આધેડ લઘુશંકા કરવા ઉતરેલ હોય, જેને અચાનક હાર્ટ એટેક આવી જતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર આવેલ વઘાસિયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલ ખાતે લઘુશંકા કરવા ગયેલ ટ્રક ચાલક બબાભાઈ નાગજીભાઈ રબારી (ઉ.વ. 53, રહે. ખરચારીયા, પાટણ) નામના આધેડને હાર્ટએટેક આવી જતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યું નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65