Monday, April 28, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક પુરઝડપે આવતા ટ્રક ચાલકે સાઈડમાં ઉભેલા ડબલ સવારી...

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક પુરઝડપે આવતા ટ્રક ચાલકે સાઈડમાં ઉભેલા ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પુત્રની નજર સામે પિતાનું મોત….

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકાની આજુબાજુનો વિસ્તાર અકસ્માતો માટે રેડ ઝોન બની ગયો છે, જેમાં અવારનવાર અહીં નાના-મોટાથી ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે, જેમાં અત્યાર સુધીમાં અસંખ્ય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ડબલ સવારી બાઇકમાં રોડની સાઈડમાં ઉભેલા પિતા-પુત્રને યમદૂત બની પુર ઝડપે આવતા એક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુત્રની નજર સામે પિતાનું મોત થયું હતું….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામે રહેતા ફરિયાદી કાનજીભાઈ શામજીભાઈ ધરજીયા (ઉ.વ. 42) તેમના પિતા શામજીભાઈ મોહનભાઇ ધરજીયા (ઉ.વ. 70) સાથે તેમનું બાઇક નં. GJ 03 HN 3745 લઇને લાકડધાર ગામે બહેનના ઘેરથી વઘાસિયા ગામે ફઈબાના ઘરે જતા હોય, ત્યારે વઘાસિયા ટોલનાકા પાસે રોડની સાઈડમાં ઉભેલા તેમના બાઇકને

    પાછળથી યમદૂત બની પુર ઝડપે આવતા ટ્રક નં. GJ 12 AZ 1331 ના ચાલકે ઠોકર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ફરિયાદીના પિતા શામજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું જ્યારે બાઇક ચાલક યુવાનને પણ શરીરે ઇજાઓ પહોંચી હતી. જેથી હાલ આ બનાવ મામલે મૃતકના પુત્રની ફરિયાદ પરથી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!