માટેલ મંદિરેથી દર્શન કરી પરત રાજકોટ તરફ જતા બાઇકને નડ્યો અકસ્માત, નાની અને ભાણેજના કરૂણ મોત થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ગઇકાલ શનિવારે બપોરના સમયે માટેલ મંદિર ખાતેથી દર્શન કરી રાજકોટ તરફ જતા એક એક્સેસ મોપેડ બાઈકનાને અહીંથી પસાર થતા ટ્રક ટ્રેલરના ચાલકે ગંભીર બેદરકારી દાખવી હડફેટ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલક 17 વર્ષિય તરૂણ અને 70 વર્ષિય વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેના મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ગઈકાલ શનિવારે બપોરના સમયે રાજકોટથી માટેલ ખાતે મંદિરે દર્શન કરી પરત ફરતાં એક્સેસ મોપેડ બાઈક નં. GJ 25 AF 4513 ને પૂર ઝડપે આવતા ટ્રક ટ્રેલર નં. RJ 14 GL 8981ના ચાલાકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં બાઇક ચાલક રિક્કીભાઈ દિપકભાઈ કવા (ઉ.વ. ૧૭) અને ગુલાબબેન રમેશભાઈ પરમાર (ઉ.વ. ૭૦) ને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેના મોત થયાં હતૂ, જેથી આ બનાવમાં મૃતક તરૂણના મામા અને વૃદ્ધાના પુત્ર પુર્વેશભાઈ પરમારએ ટ્રક ટ્રેલરના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1