વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે આજરોજ 36માં માર્ગ સલામતી માસ નિમિત્તે આંખ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ અને વાંકાનેર સીટી પોલીસ ટીમએ હાજરી આપી હતી….
દિનપ્રતિદિન રોડ પર વાહનોની અવરજવર ખૂબ જ વધી રહી છે, ત્યારે સાથોસાથ માર્ગ અકસ્માતોની સંખ્યા પણ વધતાં તેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે, ત્યારે વાહન ચાલક તંદુરસ્ત હોય જેમાં ખાસ કરીને આંખો વ્યવસ્થિત હોય તો અકસ્માતો નિવારી શકાય જે અનુસંધાને વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે રાહદારીઓ અને વાહનચાલકો માટે આંખ તથા હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ટોલ પ્લાઝાના અધિકારીઓ સાથે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ અને વાંકાનેર સીટી પોલીસ ટીમએ પણ હાજરી આપી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0