Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે બે આરોપીઓની ધરપકડ, મુખ્ય બંને આરોપીઓ હજુ...

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે બે આરોપીઓની ધરપકડ, મુખ્ય બંને આરોપીઓ હજુ પણ ફરાર…

    તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને પાટીદાર અગ્રણીનો પુત્ર પોલીસની નજરમાં ગાયબ…

    વાંકાનેર વઘાસીયા બોગસ ટોલનાકા પ્રકરણ મામલે લાંબા સમયથી તપાસ ચાલી રહી હોય, જેમાં સતત 25 દિવસ સુધી પોલીસ એકપણ આરોપીને શોધી ન શકતા પોલીસની કાર્યવાહી પર અનેક પ્રશ્નો સર્જાયા હોય, જે વચ્ચે આજે 26 માં દિવસે પોલીસ દ્વારા આ પ્રકરણમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોરબી એલસીબી ટીમે બે આરોપીઓની ધરપકડ કરી વાંકાનેર સીટી પોલીસને હવાલે કર્યા હોવાની માહિતી મળી રહી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા સરકારી ટોલનાકાની બાજુમાં જ ખાનગી જગ્યામાં નકલી ટોલનાકું ઉભું કરી ગેરકાયદેસર ટોલ ઉઘરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાતાં બાબતે મૂકપ્રેક્ષક બનેલ પોલીસે દ્વારા સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, ભાજપ શાસિત વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા સામે ગુનો નોંધવામાં આવ્યો હોય, જે ગુનો નોધાયાના 25 દિવસ સુધી પોલીસના હાથે એકપણ આરોપી નહીં લાગતાં મુદ્દો સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જે વચ્ચે આજે મોરબી એલસીબી ટીમે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ભાવનગરના જેસર પંથકમાં ચોક ગામની સીમમાં અટકાયત કરવામાં આવી છે…

    અત્રે ઉલ્લેખનીય છે કે નકલી ટોલનાકા પ્રકરણમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા પાટીદાર અગ્રણી પુત્ર અમરશીભાઈ પટેલ તથા યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા હજુ પણ ફરાર હોય, જેમાં આ તમામ આરોપીઓને સામાજિક તથા રાજકીય ઓથ હોવાની તેમનો બચાવ કરવામાં આવી રહ્યો હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે…

    વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!