વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે વિકાસ ગ્રુપ દ્વારા જુના મકાનની ઓસરીમાં 200 બાચકા જીરૂનો સંગ્રહ કરેલ હોય, જેમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા 60 બાચકા જીરૂ જેમાં અંદાજે 152 મણ જીરૂની ચોરી કરી લઇ જતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના વતની અને હાલ આસિયાના સોસાયટીમાં રહેતા હબીબભાઈ વલીભાઈ માથકીયા (ઉ.વ.૭૨)એ વાંકાનેર સીટી પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ પોતાની ખેતીમાંથી 200 બાચકામાં અંદાજે 500 મણ જીરૂનો વઘાસિયા ગામમાં આવેલ તેમના જુના મકાનની ઓસરીમાથી સંગ્રહ કરેલ હોય, જેમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા કોઇપણ સમયે 60 નંગ બાચકા જેમાં આશરે 152 મણ જીરૂ જેની કિંમત રૂ. 4,71,200 મુદ્દામાલની ચોર કરી લઇ જતા આ મામલે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે, આ જીરૂ ચોરીના બનાવમાં ચોરી કરનાર ઇસમો પોલીસના હાથવેંતમાં જ હોય અને ફરિયાદીના ઓળખાણમાં હોવાની માહિતી ખાનગી સૂત્રો પાસેથી મળી રહી છે, જેથી ટુંક સમયમાં જ ચોરીના બનાવનો ભેદ ઉકેલાવાની સંભાવના છે...