ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે સાંજથી જ વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યા બાદ વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ભારે પવનના સુસવાટા તથા વિજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેનાથી વાંકાનેર પંથકના નાગરિકોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં આજરોજ સોમવારે સાંજે 5:00 વાગ્યા બાદ અચાનક પલટો આવતા પ્રથમ ભારે પવનના સુસવાટા બાદ વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદના કારણે સમગ્ર શહેરમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. અચાનક આવેલા વાતાવરણના પલટાથી નાગરિકો સહિત જવાબદાર તંત્રમાં પણ ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે…