ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતેથી ઝડપી પાડી કપરાડા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વલસાડના કપરાડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૦૦૨૭૨૪૧૨૮૫/૨૦૨૪૭ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (ક,ધ,ચ.છ.ઝડ) તથા એમ.વી. એક્ટ કલમ ૧૯૨ અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ સને ૨૦૧૧ અને ૨૦૦૭ ના સુધારા સાથેની કલમ ૫ સહિતના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી મનસુખભાઈ ટીડાભાઈ જાદવ (રહે. કોઠી)ને તેના વતન કોઠી ગામેથી ઝડપી પાડી કપરાડા પોલીસ સ્ટેશનને જાણ કરાય છે….