
વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ વડસર તળાવમાં રવિવારે બપોરના સમયે પાણીમાં નહાવા માટે પડેલા એક પરપ્રાંતીય શ્રમિક યુવાન પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયરબ્રિગેડની ટીમની મદદથી પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હોય, જેમાં 24 કલાકની જહેમત બાદ ગઇકાલે સાંજે યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો….



બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવમાં રવિવારે બપોરના સમયે નહાવા પડેલા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં રાતીદેવરી ગામે રહેતા મુનાભાઈ શેખરસિંગ બામનીયા (ઉ.વ. 40) પાણીમાં ગરકાવ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમને મદદ લેવામાં આવી હોય, જેમાં 24 કલાકની જહેમત બાદ ગઇકાલે સાંજના સમયે પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA




