ઈન્સ્ટાગ્રામમાં વિડિયો મુકી મોમીન સમાજ તથા પોલીસ વિશે હેલફેલ બોલવું ભારે પડ્યું , ભારે ભરખમ કલમો સામે બંને પતિ-પત્ની સામે ગુનો નોંધાયો….
છેલ્લા થોડા દિવસોથી વાંકાનેરના તિથવા વિસ્તારમાં પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોલીસ તથા મોમીન સમાજ વિશે અવારનવાર જાહેરમાં હેલફેલ બોલી ચર્ચાના ચકડોળે ચડેલા ઈમ્તિયાઝ ફકીર નામના શખ્સ પર આખરે કાયદાનો ભારે ભરખમ કોરડો વિંઝાયો છે, જેમાં ઈમ્તિયાઝ ફકીર અને તેની પત્ની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ભારે ભરખમ કલમો સાથે ગુનો નોંધી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના તિથવા ગામના ઇમ્તિયાઝ ફકીર નામના શખ્સે છેલ્લા થોડા સમયથી તિથવા ગામ અને પોલીસને માથે લીધી હોય તેવા ઘાટ સર્જાયો હોય, જેમાં ઈમ્તિયાઝ ફકીર અને તેની પત્ની દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોલીસ તથા મોમીન સમાજને ટાર્ગેટ કરી અભદ્ર વાણી વિલાસ કરતા વિડીયો અપલોડ કરવામાં આવેલા હોય, જેમાં અવારનવાર પોલીસની સુચના બાદ પણ આરોપીએ પોતાની કરતુતો ચાલુ રાખી હોય જેની સામે તિથવા ગામના નાગરિકોમાં ભારે રોષ ભભુકી ઉઠતા શનિવારે રાત્રે સમગ્ર તીથવા ગામના નાગરિકો વાંકાનેર તાલુકા પોલીસ મથકે પહોંચી આ બંને પતિ-પત્ની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હોય ત્યારે લોકોમાં ભભુકી ઉઠેલ રોષ જોઇ પોલીસે તાત્કાલિક આ બંને પતિ-પત્નીની અટકાયત કરી હતી…..
જે બાદ હાલ આ બનાવની પોલીસે ગંભીરતાથી નોંધ લીધી હોય, જે બાદ ફરિયાદી મોહમદતન્સીફ ઇબ્રાહીમભાઇ ખોરજીયા નામના યુવાનએ આરોપી ઇમ્તીયાજ દીલાવરશા શાહમદાર તથા નજમા ઇમ્તીયાજ શાહમદાર (રહે. તીથવા, ધાર, લાલશાનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ઉપરોક્ત બંને આરોપીઓએ ફરિયાદીની વિવાદાસ્પદ જમીન મામલે મેટરમાં નહીં પડવા મહિને દસ થી પંદર હજારની ખંડણી માંગી, છરી વાળા ફોટો બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી,
ફરિયાદીને ભયભીત કરી ફરિયાદીના ખિસ્સામાંથી બે હજારની રોકડ રકમ બળજબરીથી કઢાવી લઇ તેમજ બન્ને આરોપીઓએ તિથવા ગામના મોમીન સમાજને ગાળો બોલી જાનથી મારી નાખવાની ગર્ભીત ધમકીઓ આપતા અશ્લીલ શબ્દો બોલી વિડીયો બનાવી આરોપી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી મોમીન સમાજને ઉશ્કેરણી કરી ત્રાસદાયક કૃત્ય આચર્યું હોય, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે બી.એન.એસ. એક્ટ 308(5), 308(4), 352, 351(3), 292, 296, 54 તથા આઇટી એક્ટ 67 મુજબ ગુનો નોંધાયો બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….