મોરબી જિલ્લાનું સામાન્ય પ્રવાહમાં 95.40 ટકા અને સાયન્સમાં 92.91 ટકા પરિણામ…
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધો.12 અને ગુજકેટના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. બીજી તરફ મોરબી જિલ્લો સાયન્સમાં 92.91 ટકા પરિણામ સાથે સતત ત્રીજા વર્ષે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લાનું પરિણામ 95.40 ટકા આવ્યું છે….
ધોરણ 12-વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યનું 83.51 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં મોરબી જિલ્લો 92.91 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 59.15 ટકા પરિણામ આવ્યું છે…
વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 95.08 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વાંકાનેર કેન્દ્રનું 91.81 ટકા પરિણામ આવ્યું છે. અને મોરબી કેન્દ્રનું 92.13 ટકા પરિણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં કૂલ 281 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 258 વિદ્યાર્થીઓ પાસ થયા છે…
ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લો 97.20 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જયારે મોરબી જિલ્લાનું 95.40 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું 87.77 ટકા પરિણામ આવ્યું છે…
સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં ટંકારા કેન્દ્રનું સૌથી વધુ 97.21 ટકા પરિણામ આવ્યું છે. હળવદ કેન્દ્રનું 96.35 ટકા પરિણામ આવ્યું છે. મોરબી કેન્દ્રનું 95.14 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વાંકાનેર કેન્દ્રનું 94.10 ટકા પરિણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં કૂલ 1220 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1148 વિદ્યાર્થીઓ પાસ થયા છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1