ગુજરાત બોર્ડ Top-10 માં શાળાના બે વિદ્યાર્થીઓ, દરેક ક્ષેત્રમાં સફળતા શિખરો સર કરતાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ….
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિધાર્થી કડીવાર નિશાંત ઈલ્મુદીનભાઈએ વાંકાનેરના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ 99.33% સાથે 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી રેકર્ડ સ્થાપીત કર્યો છે, જેમાં પણ તેણે ગણિતમાં 100, ફિઝીક્સમાં 99 અને કેમિસ્ટ્રીમાં 99 ગુણ મેળવી (298/300) તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે….
આવી જ રીતે આજે જાહેર થયેલા સાયન્સ ઉપરાંત કોમર્સના પરિણામોમાં પણ ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ દબદબા ઐતિહાસિક પરિણામોની પરંપરાને આગળ ધપાવી છે. જેમાં ધી મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચૌધરી નુરૂન્નીશા આઇ. (ગુલશન પાર્ક) એ 96.43% સાથે 99.98 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે. આ વિદ્યાર્થીનીએ આંકડાશાસ્ત્રમાં 100, નામાના મુળતત્વમાં 100, અર્થશાસ્ત્રમાં 100, સંગીતમાં 100 ગુણ સાથે એકસાથે ચાર-ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવેલ છે…
આ ઉપરાંત રાજાવડલા ગામની વિધાર્થીની ચારોલીયા મહેક ઉસ્માનગનીએ 95.71% સાથે 99.97 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં તૃતીય સ્થાન મેળવેલ છે. જેણે આંકડાશાસ્ત્રમાં 100 અને નામાના મુળતત્વમાં 100 ગુણ મેળવેલ છે…
દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર વાંકાનેર કેન્દ્રના T0P-10 માં સૌથી વધુ સાત-સાત વિધાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કૂલના….
~ સંગીત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવતા શાળાના 11 વિદ્યાર્થીઓ…
~ આંકડાશાસ્ત્રમાં 100 માથી 100 ગુણ મેળવતા શાળાના 08 વિદ્યાર્થીઓ…
~ નામાના મુળતત્વમાં 100 માંથી 100 ગુણ મેળવતાં શાળાના 05 વિદ્યાર્થીઓ…
~ વાણીજય વ્યવસ્થામાં 100 માંથી 100 ગુણ મેળવતાં શાળાના 04 વિદ્યાર્થીઓ…
~ અર્થશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ મેળવતો શાળાનો એક વિદ્યાર્થી…
👉🏻 સમગ્ર મોરબી જીલ્લામાં સૌથી વધુ એકસાથે 30-30 વિદ્યાર્થીઓએ ધી મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી A-1 ગ્રેડ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી….
ધો.11 સાયન્સ તથા કોમર્સમાં ધો.10 ના પરિણામનાં દિવસથી પ્રવેશ શરૂ…
બ્રાંચ – 1
ધી મોડર્ન સ્કૂલ
રાજાવડલા રોડ, વાંકાનેર
મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2