રાજકોટના સ્તન કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડો. મેઘલ ગાજીપરા દ્વારા નિઃશુલ્ક નિદાન અને તપાસ કરાશે….
વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે આગામી શનિવારના રોજ મહિલાઓમાં સ્તન કેન્સર સ્ક્રીનિંગ માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના સ્તન કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડો. મેઘલ ગાજીપરા દ્વારા નિદાન અને તપાસ કરવામાં આવશે….
મહીલાઓમાં થતા સ્તન (બ્રેસ્ટ) કેન્સર અને ગર્ભાશય મુખના કેન્સરનું અગાઉથી સમયસર નિદાન અને સારવાર થઇ શકે તે હેતુથી પીર મશાયખ હોસ્પિટલ દ્વારા સ્પેશિયલ સ્તન કેન્સર સ્કીનિંગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના સ્ત્રીરોગ કેન્સરના સુપર સ્પેશ્યાલિસ્ટ મહીલા ડો. મેઘલબેન ગાજીપરા દ્વારા ફ્રી કેન્સર સ્ક્રીનિંગ નિદાન અને તપાસ કરવામાં આવશે. સ્તન કેન્સર સ્કીનિંગએ અત્યાર સુધીની સૌથી સરળ અને આધુનીક તપાસ પદ્ધતી હોય, જેનાથી સંપૂર્ણ સલામત અને પિડા રહીત ઝડપી તપાસ પ્રક્રીયા સરળ બને છે…
નિઃશુલ્ક સ્તન કેન્સર નિદાન કેમ્પ
તારીખ : 22/03/2025, શનિવાર
સમય : સવારે 10 થી સાંજે 4 સુધી
સ્થળ : પીર મશાયખ હોસ્પિટલ-વાંકાનેર
નામ નોંધાવવા માટે…
Mo. 97233 59301
Mo. 90333 00492