Sunday, February 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના શેખરડી ગામે જૂથ અથડામણ, તિક્ષ્ણ હથીયારો વડે હુમલામાં આઠથી વધુ...

    વાંકાનેર તાલુકાના શેખરડી ગામે જૂથ અથડામણ, તિક્ષ્ણ હથીયારો વડે હુમલામાં આઠથી વધુ ઇજાગ્રસ્ત…

    જુના મનદુઃખ સાથે બાળકોની તકરારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા, તપાસનો ધમધમાટ શરૂ…

    વાંકાનેર તાલુકાના શેખરડી ગામ ખાતે આજે સાંજના સમયે જુના મનદુઃખ તથા બાળકોની તકરારે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વાટુકીયા અને મકવાણા બે પરિવારો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ સર્જાઈ હતી, જેમાં તિક્ષણ હથીયારો વડે એકાબીજા પર હુમલો કરાતા આઠથી વધુ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….

    બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના શેખરડી ગામ ખાતે રહેતા વાટુકીયા તથા મકવાણા પરિવાર વચ્ચે આજે સાંજે જુના મનદુઃખ તથા બાળકોની તકરારમાં સશસ્ત્ર જુથ અથડામણ સર્જાઈ હતી, જેમાં બંને જુથો તિક્ષ્ણ હથિયારો સાથે એકાબીજા સામે ધસી આવી હુમલો કરતા આઠ કરતા વધારે લોકોને ઇજાઓ પહોંચી હતી, જેમાં બંને પક્ષોમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનસુખભાઇ વાટુકીયા, બાબુભાઈ વાટુકીયા, સપનાબેન વાટુકીયા,

    પરબતભાઇ વાટુકીયા તથા અમરશીભાઈ મકવાણાને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આ બનાવમાં અન્ય ઇજાગ્રસ્ત અમરશીભાઈ પટુ મકવાણા, ભુપતભાઇ અમરશીભાઈ મકવાણા, વિનોદભાઈ ભલાભાઈ મકવાણા તથા બે મહિલાને સારવાર અર્થે હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાની માહિતી મળી રહી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!