સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત વાંકાનેર શહેરના વિવિધ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અંતર્ગત ચકાસણી કરતા જાહેર પબ્લિક પ્લેસમાં સૌથી સારી સ્વચ્છતા બદલ વાંકાનેર બસ સ્ટેશનને નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ડેપો મેનેજર વતી રાજકોટ વિભાગના એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા વાંકાનેરને પ્રમાણપત્ર અને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે…..
આ તકે એસ. ટી. ના વિભાગીય નિયામક શ્રી જે. બી. કરોતરા અને રાજકોટ વિભાગીય પરિવહન અધિકારી ડાંગર સાહેબ દ્વારા વાંકાનેર એસટી ડેપોને નગરપાલિકા દ્વારા મળેલ સ્વચ્છતા પ્રમાણપત્ર-એવોર્ડ માટે શુભેચ્છાઓ પાઠવી હજુ પણ નિગમ માટે આવી જ કામગીરી કરવા પ્રેરણા લક્ષી માર્ગદર્શન આપી વાંકાનેર ડેપોની કામગીરીને બિરદાવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47