પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો….
વાંકાનેર તાલુકાના સરધારકા ગામ નજીક આવેલા ઓઢ ચેકડેમ માંથી ગઇકાલે એક અજાણ્યા 35-40 વર્ષની ઉંમરના યુવકની પાણીમાં લાશ તરતી હોવાની માહિતી મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હોય, જેમાં મૃતકના શરીર પર ઇજાના નિશાનો સામે આવતા પોલીસે હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ઓઢ તરીકે ઓળખાતા ચેકડેમમાંથી એક 35 થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની માહિતી ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઝાલાએ પોલીસને આપતા જ વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ. એ. ભરગા, ડીવાયએસપી સમીર સારડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જેમાં લાશને પાણીમાંથી બહાર કાઢતા મૃતકના શરીર તથા માથાં પર તિક્ષ્ણ હથિયારથી ઇજાના નિશાનો સામે આવતા,
પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાના બનાવની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતકની ઓળખ મેળવવા તથા મોતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ બનાવમાં પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવાનની કોઇ અન્ય જગ્યાએ હત્યા કરાયેલ હોય અને લાશને અહીં ફેંકવામાં આવી હોવાની માહિતી ગ્રામજનો પાસેથી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg