વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ કારખાનામાં પ્લાસ્ટિક સ્ક્રેપની ગાંસડી ભરી ખાલી કરવા આવેલ એક ટ્રક ચાલક ટ્રકમાંથી રસા છોડતો હોય, ત્યારે પ્લાસ્ટિક સ્ક્રેપની ગાંસડીઓ માથે પડતાં તેની નીચે દબાઇ જવાથી ટ્રક ચાલકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ સેન્ડબેરી ફાઇબર ટેક નામના કારખાનામા પ્લાસ્ટીક વેસ્ટની ગાંસડીઓ ઉતારવા માટે આવેલ તામિલનાડુ સેલમના રહેવાસી સરવાનન દાસન ઉર્ફે થાસન વનીયર (ઉ.વ. 41) નામના ટ્રક ચાલક ટ્રકમાંથી પ્લાસ્ટિકની ગાંસડીઓ ફરતે બાધેલ દોરડું ખોલતો હોય, ત્યારે અચાનક ટ્રકમાંથી પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડીઓ માથે પડતા તેની નીચે દબાઇ જવાથી ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc