વાંકાનેર તાલુકાના સમથેરવા ગામ નજીક આવેલી ‘સીપરીયાળી’ તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાંથી ગઇકાલે એક અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે, જેના પગલે બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલા સીપરીયાળી ખરાબાના વિસ્તારમાં ગઇકાલે કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. જેમાં મૃતકની ઉંમર આશરે 28 થી 30 વર્ષની આસપાસ હોય તેમજ મૃતકના શરીરના અલગ-અલગ ભાગો પર છૂટાછવાયા ઈજાના નિશાનો જોવા મળ્યા છે, જેને પગલે કોઈએ અજાણ્યા શખ્સોએ હુમલો કરી હત્યા કરી હોવાની કે અન્ય કોઈ અઘટિત ઘટના બની હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે….
આ ગંભીર ઘટનાની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં જ તાત્કાલિક પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ પ્રાથમિક તપાસ હાથ ધરીને મૃતદેહનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આ મામલે મૃતક યુવાન કોણ છે ? તે અહીં કેવી રીતે પહોંચ્યો ? અને તેના શરીર પર ઈજાના નિશાન કેવી રીતે આવ્યા ? સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




