રાજકોટ શહેરમાંથી ગુમ થયેલા સગીર વયનું એક બાળક વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા ગામેથી મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બાળકને સંભાળી તેના પાલક માતા-પિતાને શોધી કાઢી તેમની સાથે મિલન કરાવ્યું હતું….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક જાગૃત નાગરીક દ્વારા ટેલીફોનીક જાણ થયેલ કે, અગાભી પીપળીયા ગામેથી વાલીવારસ વગર સગીર વયનો બાળક મળી આવેલ છે. જેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાળકનો કબ્જો સંભાળી તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા ખુબ જ ટુંકા સમયમાં રાજકોટ શહેરના આજીડેમ લાપાસરી મામાદેવ મંદીર પાસે રહેતા અને છુટક કડીયાકામની મજુરી કરતા અનકરભાઇ પાંગલીયા મોહનીયા (ઉ.વ. ૨૫, મુળ રહે. બલોલા તા.પારા જી.જાંબવા(એમ.પી)ને શોધી,
ખાત્રી કરતા આ સગીરવયનો બાળક છેલ્લા દોઢેક વર્ષથી તેની સાથે રહેતો હોય જે ખાત્રી કરી સગીર વયના બાળકને તેના પાલક માતા-પિતા ને સોંપી આપેલ હતો. આમ એક સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે ગણત્રીની કલાકોમા મિલન કરાવવામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમને સફળતા મળેલ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm