રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેન્ક લી.નિ માર્કેટીંગ યાર્ડ શાખા વાંકાનેરમાંથી આરોપી સલીમભાઈ અબ્દુલભાઈ સંધવાણીએ દસ લાખની લોન લીધેલ હોય, જેની ભરપાઇ માટે આરોપીએ બેંકને ચેક આપતાં આ ચેક રીટર્ન થતાં બેંક દ્વારા ફરીયાદ કરતાં વાંકાનેર કોર્ટે આરોપીને સજા તથા વળતરનો હુકમ કર્યો છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેન્ક લી.ની શાખા દ્વારા વાંકાનેર કોર્ટમાં ફરિયાદ કરેલ કે, સલીમભાઈ અબ્દુલભાઈ સંધવાણીએ ફરીયાદી બેન્ક પાસેથી રૂ. ૧૦,૦૦,૦૦૦ ની રોકડ લોન લીધેલ હોય, જે લોનની રકમ તથા ચડત વ્યાજની રકમ ભરપાઈ કરવા માટે આરોપીએ રૂ. ૧૦,૭૩,૫૦૦ નો ચેક બેંકને આપેલ હોય, જે ચેક રિટર્ન થતાં ફરીયાદી બેંકએ આરોપીને લીગલ ડીમાન્ડ નોટીસ આપેલ હોય છતા પણ આરોપીએ માંગણી મુજબની રકમની ચૂકવણી ન કરતા,
બાબતે વાંકાનેર કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ બેંકએ આરોપી સામે ફરીયાદ કરતાં આ કેસ નામદાર વાંકાનેર કોર્ટમાં ચાલી જતા એડી. ચીફ જજ વી. એસ. ઠાકોર સાહેબ દ્વારા ફરીયાદી બેન્ક રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેન્ક લી. ના સિનિયર એડવોકેટ એસ. વી. પરાસરા, એસ. કે. પીરઝાદા તથા એ. વાય. શેરસીયાની કાયદા અનુસંધાને દલીલો સાંભળી આરોપીને છ માસની કેદની સજા તથા રૂ.૧૦,૭૩,૫૦૦/– ફરીયાદીને વળતર ચુકવવાનો હુકમ કર્યો છે….