વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત બે દિવસના રવિ કૃષિ મહોત્સવનો આજથી ભવ્ય શુભારંભ થયો છે, જેમાં આ કૃષિ મહોત્સવમાં બે દિવસ દરમિયાન કૃષિ પ્રદર્શન, સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાક મુલ્ય વૃદ્ધિ જેવા વિષયોને આવરી લેતા કૃષિ પરિસંવાદ, સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એવોર્ડ વિતરણ, પશુ આરોગ્ય મેળો તેમજ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત સહિતના કાર્યક્રમો યોજાશે….
આજરોજ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે પ્રારંભ થયેલા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં સમગ્ર વાંકાનેર તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતાં…
સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ તાલુકા કક્ષાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલી કૃષિ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર ખાતે આ શુભારંભ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, તાલુકા પંચાયત પ્રમુખ પતિ હરૂભા ઝાલા, કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, વાંકાનેર પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ આર. એમ. કોંઢીયા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47