વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાતાવીરડા ગામની સીમમાં આવેલ ખરાબામાં દરોડો પાડી આઠ બોટલ વિદેશી દારૂ સાથે સ્થળ પરથી એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે આ બનાવમાં અન્ય એક યુવાનની સંડોવણી ખુલતા તેની સામે પણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સિરોન્જા સિરામિક કારખાનાની બાજુમાં સરકારી ખરાબામાં ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી જીતુભાઇ ચોથાભાઈ ભવાણિયા (ઉ.વ. ૨૩, રહે.રાતાવીરડા)ને આઠ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 2720) સાથે ઝડપી લીધો હતો….
જ્યારે આ બનાવમાં અન્ય આરોપી ચોથાભાઈ ખીમાભાઈ કૂણપરાની સંડોવણી ખુલતા તે સ્થળ પર હાજર નહિં મળી આવતાં પોલીસે બંન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65