Saturday, August 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની વી.એસ. શાહ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી...

    વાંકાનેરની વી.એસ. શાહ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી….

    નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા રક્ષાબંધન પર્વના વિશેષ કાર્યક્રમમાં વાંકાનેરની શ્રીમતી વી. એસ. શાહ હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશેષ આમંત્રણ અન્વયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓએ શાળા તેમજ વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે….

    આ તકે ભારતના રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ભાવનાને મજબૂત બનાવવા અપીલ કરી હતી. સાથે જ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે રાષ્ટ્રીય અખંડિતતા અને અનેકતામાં એકતાનું સુંદર ચિત્ર જોવા મળ્યું હતું…

    વાંકાનેરની આ શાળા તરફથી વિદ્યાર્થીઓ ભટ્ટ પરી, જાડેજા યશવીબા, વીંછી વંશ અને સુમિત સાત્રોટિયાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે શાળાના શિક્ષકો સચિન કામદાર અને કલ્પનાબેન રૂપાપરા પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.વરાષ્ટ્રપતિ ભવન જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્થળે દેશના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવાનો આ અનોખો અવસર વિદ્યાર્થીઓ માટે આજીવન યાદગાર બની રહ્યો હતો.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!