વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના બોર્ડ પાસે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર પસાર થતા એક ડબલ સવારી એક્સેસ બાઇક આગળ જતાં ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક યુવાનનું માથામાં હેમરેજ સહિતની ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે આ અકસ્માતના બનાવમાં અન્ય એક યુવાનને પણ ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર રાણેકપર ગામના બોર્ડ પાસે વાંકાનેરથી માટેલ તરફ જતાં એક ડબલ સવારી એક્સેસ બાઇક નં. GJ 36 AH 9200 ના ચાલક સમીર મજીદભાઈ જેસાણી (ઉ.વ. ૨૧, રહે. સંધી સોસાયટી , ધરમનગર, વાંકાનેર)એ પોતાનું વાહન પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી આગળ જતાં ટ્રક નં. KA 33 B 5912 પાછળ ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનને માથામાં હેમરેજ સહિતની ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય,
જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જ્યારે આ અકસ્માતના બનાવમાં બાઇક પાછળ બેઠેલા ચાંદભાઈ નુરાભાઈ સાડ નામના યુવાનને પણ ઇજાઓ પહોંચી હતી, જેથી હાલ આ મામલે મૃતકના પિતા મજીદભાઈ જેસાણીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L