મોરબી એસઓજી ટીમ વાંકાનેર વિસ્તારમાં પથિક એપ્લિકેશન અંગેના જાહેરનામાંના અમલવારી અંગે તપાસમાં હોય, જેમાં ઢુવાથી માટેલ તરફ જતા રસ્તે આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમાં ચેકીંગ દરમ્યાન હોટલ મેનેજર જાહેરનામાનો ભંગ કરતાં તેની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં હોટલ/ધાબા, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના ચેક કરવા તેમજ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી અપલોડ થાય છે કે કેમ ?, તે અંગે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય, જે અન્વયે મોરબી એસ.ઓ.જી. ટીમ વાંકાનેર વિસ્તારમાં તપાસમાં હોય એ દરમિયાન વાંકાનેર તાલુકાના ઢુવાથી માટેલ તરફ જતા રસ્તે આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમાં ચેકીંગ કરતા પથિક એપ્લીકેશન અંગેનું જાહેરનામું અમલમાં હોય, જેનો હોટલ મેનેજર સુનીલભાઇ ઘુઘાભાઇ વાઢેર (રહે. વિકાસ ગેસ્ટ) ભંગ કરતા મળી આવતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે….