વાંકાનેર પંથકમાં દિનપ્રતિદિન નાની મોટી ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક ચોરીનો બનાવ વાંકાનેરાના પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ પવનચક્કીમાં સામે આવ્યો છે, જેમાં કોઇ અજાણ્યા તસ્કરોએ પવનચક્કીના ગેટનો નકુચો તોડી પવનચક્કીમાંથી કીંમતી કોપર વાયરની ચોરી કરી નાસી છુટતા આ મામલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ પવનચક્કીની દેખરેખ રાખતા સિક્યોરિટી ગાર્ડ યાકુબભાઈ માહમદભાઈ શેરસીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેરના પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ આઇનોક્ષ કંપનીની પવનચક્કીમાં ગત તા. ૦૯ ના રોજ અજાણ્યા તસ્કરો દ્વારા પવનચક્કીના ગેટનો નકુચો તોડી પ્રવેશ કરી કન્વર્ટર કેબીનમાંથી આશરે 250 કિલો કોપર બસ બાર, અર્થિંગ માટેનો 110 મીટર કોપર કેબલ તથા આઇસોલેટર હેન્ડલ અને ટ્રાન્સફોર્મરની કોપર પટ્ટી સહિત કુલ રૂ. 65,000 ની કિંમતના સર સામાનની ચોરી તેમજ પવનચક્કીમાં અંદાજે રૂ. 5,000 ની નુકસાની પહોંચાડી નાસી છુટતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1