વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના નવાપરા-પંચાસર રોડ પર પંચવટી સોસાયટીમાં આરોપી જીગ્નેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અંગે દરોડો પાડતાં 60 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. ૬૬,૦૦૦) મળી આવી હતી, જેથી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ તથા એક મોબાઈલ સહિત કુલ રૂ 71,000ના મુદ્દામાલ સાથે,
આરોપી જીગ્નેશને ઝડપી પાડી પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો આરોપી હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા (રહે. ભાટીયા સોસાયટી)એ વેચાણ માટે આપ્યો હોવાની કબૂલાત આપતાં પોલીસે બંને ઇસમો સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….