વાંકાનેર શહેર ખાતે ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતી નિમિત્તે દર વર્ષે બ્રહ્મ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે નિમિત્તે આવતીકાલ રવિવારે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાંજે ૫:૩૦ કલાકે ગાયત્રી મંદિર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના દરેક હોદ્દેદારો, જ્ઞાતિના કારોબારી સભ્યો, પ્રમુખ, મંત્રી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા મંડળના સભ્યો તેમજ વાંકાનેર શહેરના તમામ કર્મકાંડી ભૂદેવો ઉપસ્થિત રહેશે તેવું સમસ્ત બ્રહ્મસમાજ વાંકાનેરના પ્રમુખ જયેશભાઇ ઓઝાએ જણાવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65