Monday, June 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પંચાસર ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ખાસ ગ્રામસભા યોજાઇ....

    વાંકાનેરના પંચાસર ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ખાસ ગ્રામસભા યોજાઇ….

    વાંકાનેર તાલુકાના પંચાસર ગામ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ ઘટાડવા તેમજ પુનઃ ઉપયોગ અને રિસાયકલ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને સીમિત કરવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું….

    સમગ્ર રાજ્યની સાથે મોરબીમાં પણ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની આ વર્ષની થીમ ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ ના ભાગરૂપે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે., જે અંતર્ગત વાંકાનેર તાલુકાના પંચાસર ગામે સરપંચ મહેબૂબભાઈ ભોરણીયાના અધ્યક્ષસ્થાને તેમજ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં તલાટી-મંત્રી તેજસ ડોડીયા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અટકાવવાના હેતુ સાથે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ ગ્રામ સભામાં ગ્રામજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, ઉપયોગ ઘટાડવા તથા આ પ્લાસ્ટિકની વસ્તુઓનો પુન: ઉપયોગ કે રિસાયકલિંગ કેવી રીતે કરી શકાય તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં સર્વે ઉપસ્થિત દ્વારા ‘સિંગલ યુગ પ્લાસ્ટિકને ના’ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!