200 કટા ડુંગળીની ચોરીના બનાવમાં ચોર પણ પોલીસના હાથવેંતમાં આવતા જ ફરિયાદ નોંધાઈ…..
વાંકાનેર તાલુકાના પંચાસર ગામ ખાતે રહેતા એક ખેડૂતએ પોતાની ડુંગળીના ખેત ઉત્પાદનનો જથ્થો ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાં સંગ્રહ કરી રાખ્યો હોય, જે 400 મણ જેટલી ડુંગળીના જથ્થાને કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતા છેલ્લા ત્રણ દિવસથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો હોય, જેમાં ચોર પોલીસના હાથવેંતમાં આવતા જ આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામ ખાતે રહેતા ઇમરાનભાઈ રસુલભાઈ ભોરણીયા (ઉ.વ. ૩૫) નામના ખેડૂતએ ગત વર્ષના ખેત ઉત્પાદન ડુંગળીના જથ્થાનો ગામની સીમમાં આવેલ રફીકભાઈ રસુલભાઈ શેરસીયાના કુકડા કેન્દ્રમાં સંગ્રહ કરી રાખ્યો હોય, જે અંદાજે 190 થી 200 કટ્ટામાં કુલ 400 મણ જેટલી ડુંગળી જેની કિંમત રૂ. 3,00,000 હોય,
જેને કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ગત તા. 05 ની વહેલી સવારે બારોબાર ચોરી કરી લઇ જતા, આ બાબતે ખેડૂત દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય, જેમાં આ બનાવમાં પોલીસની તપાસમાં ચોર હાથવેંતમાં આવતા જ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ હવે આ બનાવનો ટુંક સમયમાં જ ભેદ ઉકેલાઇ શકે છે…..