Tuesday, March 10, 2026
More
    Homeમુખ્ય સમાચારઓનલાઈન ક્લાસના નામે છેતરપિંડી : દીકરીના અભ્યાસ માટે રૂ.11,000 ચૂકવ્યા છતાં કોર્સ...

    ઓનલાઈન ક્લાસના નામે છેતરપિંડી : દીકરીના અભ્યાસ માટે રૂ.11,000 ચૂકવ્યા છતાં કોર્સ ન મળ્યો, વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ….

    આજકાલ ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ત્યારે તેની આડમાં ગઠિયાઓ વાલીઓને નિશાન બનાવી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના એક યુવાને પોતાની દીકરીના ઓનલાઈન અભ્યાસ માટે એપમાં ફી ભર્યા બાદ પણ કોર્ષ ન મળતાં યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો હોય, જે મામલે બનાવના બે વર્ષ બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ પર રહેતા વિપુલભાઈ પ્રહલાદરાય ગોળ (ઉ.વ. 45)એ પોતાની દીકરી આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી તેનો અભ્યાસ સ્તર સુધારવા માટે ઓનલાઈન અભ્યાસની એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય, જેમાં તેમણે પીજન એજ્યુકેશન ટેકનોલોજી કંપનીની ઓડા ક્લાસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. શરૂઆતમાં તેમણે રૂ. 49ની ફી ભરી બે વખત કોર્ષ પણ કરાવ્યો હતો.

    પછી વર્ષ 2024 દરમિયાન માસ્ટર કોર્ષ માટે એપ્લિકેશનમાં મળેલી લિંક મારફતે રૂ. 11,000ની ફી ઓનલાઈન ભરવામાં આવી હતી. જોકે ફી ભર્યા બાદ પણ દીકરીને ઓનલાઈન કોર્ષમાં એનરોલમેન્ટ આપવામાં આવ્યું ન હતું. જેથી અનેક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છતાં યોગ્ય જવાબ ન મળતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અંતે આ બનાવ અંગે વિપુલભાઈ ગોળે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઓડા એપ્લિકેશન તથા પીજન એજ્યુકેશન ટેકનોલોજી કંપનીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!