મૃતક તાંત્રિક નવલસિંહ, તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ, પત્ની સોનલબેન તથા મદદગાર જીગર વિરુદ્ધ ગુનો નોંધાયો….
અમદાવાદની સરખેજ પોલીસ સમક્ષ ગુનાના કામે ઝડપાયેલ સિરિયલ કિલર આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાએ એક મહિલાની હત્યા કરી તેની લાશના ટુકડાં કરી બોડીને વાંકાનેર નજીક દફનાવી હોવાની કબૂલાતના આધારે પોલીસે વાંકાનેરની વીશીપરા ફાટક નજીક અવાવરૂ જગ્યાએથી ખાડો કરી મૃતક મહિલા નગમાબેન મકાસમની લાશને શોધી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી બાદમાં હાલ આ બનાવમાં પોલીસે મહિલાની હત્યાના ગુનામાં મૃતક તાંત્રિક નવલસિંહ, તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ, પત્ની સોનલબેન તથા મદદગાર જીગર વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
આ બનાવમાં સિરિયલ કિલર આરોપી તાંત્રિક નવલસિંહ કનુભાઇ મુળજીભાઇ ચાવડા (રહે. હાલ વેજલપુર, અમદાવાદ, મુળ રહે. શીયાણી પોળ, મોટા પીર ચોક, વઢવાણ)ને નગમાબેન કાદરભાઈ મકાસમ (રહે. ભક્તિનગર, રાજકોટ) નામની મહિલા સાથે પ્રેમસબંધ હોય જેમાં નગમા આરોપી નવલસિંહને લગ્ન કરવા માટે દબાણ કરતી હોય, જેથી ગત તા.૨૬/૦૩/૨૦૨૪ના રોજ આરોપી નવલસિંહે તથા તેના મદદગાર જીગર ભનુભાઇ ગોહિલએ મૃતક નગમાબેનને વઢવાણ મુકામે તેના રહેણાંક મકાને બોલાવી સોડીયમ પાવડર પીવડાવી હત્યા કરી,
બાદમાં મહિલાની લાશના તીક્ષ્ણ હથીયારથી હાથ, પગ, માથા સહિતના અલગ અલગ ટુકડાઓ કરી અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી તેના ભાણેજ શક્તિરાજ ભરતભાઇ માનસિંગભાઇ ચાવડા (રહે. ધમલપ૨-૨, કટીંગવાળા મેલડી માતાજીના મંદીર પાસે તા.વાંકાનેર)ને ફોન કરી લાશને દાટવા માટે ખાડો ખોદી રાખવા જણાવી લાશને આરોપી નવલસિંહ ચાવડા,
જીગર ભનુભાઇ ગોહિલ અને સોનલબેન ચાવડા વાંકાનેરના ધમલપર મુકામે લાવી ચારેય આરોપીઓએ મળી લાશના અલગ અલગ ટુકડાઓ ખોદેલ ખાડામાં નાખી તેની ઉપર નમક નાખી ધુળ-માટી નાખી લાશને દાટી દીધી હતી. જેથી આ બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે મરજ જનાર આરોપી ૧). નવલસિંહ કનુભાઈ ચાવડા, ૨). સોનલબેન નવલસિંહ ચાવડા, ૩). જીગર ભનુભાઈ ગોહિલ અને ૪). શક્તિરાજ ભરતભાઈ ચાવડા સામે આઇપીસી કલમ ૩૦૨, ૩૨૮, ૨૦૧, ૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….