મોરબી પંથકમાં અનેક જગ્યાએ સ્પાના આડમાં કુટણખાના ધમધમી રહ્યા હોય, ત્યારે ગઇકાલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડો પાડી બે શખ્સોને પકડી ઝડપી લીધા હતા, જ્યારે આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ બેન્ક ઓફ બરોડા પાછળ ક્રિષ્ના ચેમ્બરમાં ત્રીજા માળે ભૂરા સ્પામાં દરોડો પાડી કુટણખાનું ઝડપી લીધું હતું, જેમાં સ્પાના માલિક અને સ્પામાં જ રહેતા પંકજ રમેશભાઈ રાઠવા (રહે. મૂળ હરખપુર- છોટા ઉદેપુર) તેમજ મેનેજર નારણ પરસોત્તમભાઈ સીતાપરા (રહે. ઉમિયાનગર) બહારથી રૂપલલનાઓ બોલાવી બોડી મસાજના આડમાં કુટણખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું હતું….
આ સાથે જ આ બનાવમાં સ્પાના સંચાલનમાં વિજયભાઈ ઉર્ફે ભૂરાભાઈ પટેલ તથા હિતેશભાઈ ભદ્રેચાનું નામ ખુલતા તેની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. જેથી પોલીસે આ બનાવમાં ચારેય ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47