વાંકાનેર તાલુકા પોલીસ ટીમ અલગ અલગ વાહન ચોરી અંગેના ગુનાને ડિટેક્ટ કરવા પ્રયત્નશીલ હોય, દરમ્યાન પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે એક ઇસમની અટકાયત કરી પુછપરછ કરતા મોરબી અને વાંકાનેર પંથકમાંથી ચોરી થયેલ ત્રણ બાઇક અને એક કાર ચોરીનો ભેદ ઉકેલાયો છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપી ભરતભાઈ દેવીદાસભાઈ મેસવાણીયા (રહે. ચોકડી, ચરમાળીયા દાદાની જગ્યા પાસે, મફતીયા, તા. ચુડા)ને વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડી પુછપરછ કરતા આરોપીએ વાંકાનેર તાલુકામાંથી એક બાઈક અને એક કાર, વાંકાનેર સીટીમાંથી એક બાઈક અને મોરબીમાંથી એક બાઇક મળી કુલ ત્રણ બાઈક અને એક કારની ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની અટકાયત કરી એક સેન્ટ્રો કાર તથા બે બાઇક સહિત કુલ રૂ. 2.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR