મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામની કામગીરી તથા નટરાજ ફાટક પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના કાર્યને લીધે વાંકાનેર–મોરબી વચ્ચે દોડતી છ ડેમુ ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સમાર કામની કામગીરી દરમિયાન માર્ગ પર વાહનોના ભારે ભારણ અને રેલ્વે ફાટક વારંવાર બંધ થવાને કારણે સામાન્ય જનતાને પડનારી સંભવિત મુશ્કેલીઓને ઘટાડવા તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવાના ઉદ્દેશ્યથી રેલ પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો છે….
જનહિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી 6 ડેમુ ટ્રેનોનું સંચાલન આવતીકાલ તા. 27 ફેબ્રુઆરી થી 12 માર્ચ સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે, જેની મુસાફરોએ નોંધ લેવી. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય…

રદ કરાયેલી ડેમુ ટ્રેનો…
૧). ટ્રેન સંખ્યા ૭૯૪૫૪ મોરબી–વાંકાનેર
૨). ટ્રેન સંખ્યા ૭૯૪૫૩ વાંકાનેર–મોરબી
૩). ટ્રેન સંખ્યા ૭૯૪૪૪ મોરબી–વાંકાનેર
૪). ટ્રેન સંખ્યા ૭૯૪૪૫ વાંકાનેર–મોરબી
૫). ટ્રેન સંખ્યા ૭૯૪૪૬ મોરબી–વાંકાનેર
૬). ટ્રેન સંખ્યા ૭૯૪૪૭ વાંકાનેર–મોરબી
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




