મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન ક્રાઇમ રેટ સતત ઉંચકાઈ રહ્યો છે, જેમાં પોલીસની વરવી ભુમિકા અને નબળી કામગીરીની ચોમેરથી ચર્ચા જાગી છે, જે દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જીલ્લા અનેક દરોડા અને તપાસ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ક્રાઇમ રેટ સુધારવા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા લાંબો સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 208 પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી કરવા હુકમ કર્યો છે.
મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડ્યા હોય, સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ અગાઉ બે દિવસ પૂર્વે જ 7 પીએસઆઈ અને 18 પોલીસ કર્મચારીઓની બદલી કરી હોય, જે બાદ ફરી 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી એ ડિવિઝનમાંથી 37, બી ડિવિઝનમાંથી 19, વાંકાનેર સિટીમાંથી 23, વાંકાનેર તાલુકામાંથી 20, ટંકારામાંથી 18, મોરબી તાલુકામાંથી 24, માળિયામાંથી 20 અને હળવદમાંથી 19 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીના કારણે જિલ્લાભરના પોલીસ મથકોમાં મોટાપાયે ફેરફાર થયા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47