આજરોજ વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ. ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો આજે જન્મદિવસ હોય, જેમનું ગત તા. ૦૯/૦૩/૨૦૨૪ના રોજ દુઃખદ અવસાન થયું હોય, જેમનાં અવસાન બાદ આજરોજ પ્રથમ જન્મદિવસ નિમિત્તે પીરઝાદા પરિવાર દ્વારા વાંકાનેરની સ્કુલોમાં વિદ્યાર્થીઓને કેક વિતરણ તેમજ હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું….
મીર સાહેબના દુઃખદ અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને લેખીત શોક સંદેશો પાઠવામાં આવેલ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહજી ગોહીલ, સાંસદ અને વાંકાનેર રાજવી કેશરીસિંહજી ઝાલા, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, પુર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત વિધાનસભાના પુર્વ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિત અનેક રાજકીય સામાજીક અગ્રણીઓ અને વાંકાનેર સહિત ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં સ્વ. પીરઝાદાના મીત્રો, સંબંધિઓ અને અનુયાયીઓ શ્રધ્ધાંજલિ પાઠવા ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ગુજરાત વિદ્યાનસભાના સત્રની શરૂઆતમાં પણ મીર સાહેબને શ્રધ્ધાંજલિ પાઠવામાં આવી હતી.
ભારતીય ઈતિહાસના વિષય સાથે M.A. સુધી અમદાવાદ ખાતે અભ્યાસ કરી સ્વ. પીરઝાદા વાંકાનેરના સામાજીક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને રાજકીય વિકાસકાર્યમાં જોડાયા હતા. તેમના દ્વારા સ્થાપીત મોહંમદી લોકશાળા-ચંદ્રપુર અને એસ.એમ.પી. હાઈસ્કૂલ-સીંધાવદર ખાતે હાલ ધોરણ ૧૨ સુધી શિક્ષણ આપવામાં આવે છે. જેનો લાભ હજારો વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આ સાથે જ મીર સાહેબ દ્વારા સ્થાપીત પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ છેલ્લા ત્રીસ વર્ષથી રાહતદરે સેવા આપી રહ્યું છે.
ઈસ્લામના પયગંબર સાહેબના વંશજ સુફીસંત એવા સ્વ. મીર સાહેબના અવશાન પછી તેમનો આ પ્રથમ જન્મદિવસ હોઈ, તે નિમીતે પીરઝાદા પરીવાર દ્વારા મોહંમદી લોકશાળા-ચંદ્રપુર અને એસ.એમ.પી. હાઈસ્કુલ-સીંધાવદર ખાતે આશરે ૯૦૦ વિધાર્થીઓને કેક વિતરણ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ-વાંકાનેર ખાતે દાખલ ૫૦ થી વધુ દર્દીઓને ફ્રુટ વિતરણ કરી સ્વ. પીરઝાદાને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ તકે મીર સાહેબના પુત્રો શાઈરએહમદ પીરઝાદા, શકીલ એહમદ પીરઝાદા, પરીવારના સદસ્યો અને આબીદ ગઢવારા, સોયબ બાદી, ફારૂક કડીવાર, એહમદરજા માથકીયા, ઈમ્તીયાજ મારવીયા, ઈરફાન| મારવીયા, ઈલ્મુદીન દેકાવડીયા, રિયાસત શેરસીયા સહિતના યુવા અગ્રણીઓ હાજર રહ્યા હતા….