વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના સદસ્ય જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણ દ્વારા તેમના મત વિસ્તારમાં રેલવે ફાટકથી મીલ પ્લોટ ચોક સુધીનો ખખડધજ બનેલ રસ્તો બનાવવા તેમજ આ વિસ્તારમાં તુટી ગયેલ ભુગર્ભ ગટરના ઢાંકણા બાબતે નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે….
આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, મિલપ્લોટ ફાટકથી મિલપ્લોટ ચોક સુધીનો ખખડધજ બનેલ રોડ તાત્કાલિક બનાવવામાં આવે, જેમાં આ મેઈન રોડ હોવાથી સતત ટ્રાફિકના કારણે કોઇ અકસ્માત સર્જાય તે પુર્વે રસ્તો નવો બનાવવામાં આવે તેમજ મેઈન રોડ ઉપર ભુગર્ભ ગટરના ઢાંકણા તુટેલા હોય, જે તમામ ઢાંકણા બદલાવવા માટે માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm