Monday, March 9, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાં મુસ્લિમ ધર્મગુરૂના યોમે વિલાદત નિમિત્તે 45 ગામોમાં મેગા ઇફ્તારી યોજાઇ....

    વાંકાનેર વિસ્તારમાં મુસ્લિમ ધર્મગુરૂના યોમે વિલાદત નિમિત્તે 45 ગામોમાં મેગા ઇફ્તારી યોજાઇ….

    મોમીન સમાજના ધર્મગુરૂ અને “કુત્બે કાઠિયાવાડ” તરીકે જાણીતા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા-ચંદ્રપુરના યોમે વિલાદત નિમિત્તે આજરોજ 18 રમઝાનના દિવસે વાંકાનેર સહિત આજુબાજુના 45 ગામોમાં તેમના અનુયાયીઓ દ્વારા મેગા ઇફ્તારીનું આયોજન કરવામાં આવ્યું હતું….

    મોમીન સમાજના હજારો લોકોએ આ ખાસ દિવસે એકસાથે રોઝા ખોલીને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો. અનેક ગામોમાં મસ્જિદોમાં ઇફ્તાર સાથે સાથે ગામના ઘરો સુધી ઇફ્તારી કીટ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક મેગા ઇફતારીમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને એકસાથે રોઝા ખોલીને પોતાના ધર્મગુરૂને ખિરાજે અકીદત (શ્રદ્ધાંજલિ) પેશ કરી હતી. આયોજનની વિશેષતા એ હતી કે, માત્ર મસ્જિદોમાં જ નહીં પરંતુ કેટલાક ગામોમાં તો ગામના તમામ ઘરો સુધી ઇફ્તારીની કીટ પહોંચાડવામાં આવી હતી, જેથી કોઈ પણ વ્યક્તિ આ પવિત્ર દિવસે ઇફ્તારીથી વંચિત ન રહે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!