વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક નામના સિરામિક કારખાનામાં રવિવાર રાત્રીના બે પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થતાં મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો, જેમાં ખર્ચા માટે પૈસાની માંગણી કરતા યુવાનને માથામાં પાવડાના હાથા વડે અસંખ્ય ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો થતા આ મામલે પોલીસ ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાગ વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા મુળ ઉતરપ્રદેશના વતની સંદીપ રાજેશભાઈ જોશી (ઉ.વ. ૨૩) નામના યુવાને તેની સાથે મજુરીકામ માટે આવેલ આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી (ઉ.વ. ૨૨, રહે. બાલાબેહટ, તા. પાલી, ઉતરપ્રદેશ) પાસે ખર્ચા માટે પૈસાની માંગણી કરેલ હોય, જેમાં બંને વચ્ચે ઝઘડો થતાં રવિવાર રાત્રીના લેબર કોલોનીના પહેલા માળે આરોપી રાનુએ પાવડાના હાથા વડે સંદીપને મોઢા પર અસંખ્ય ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષીની ધરપકડ કરી આરોપીને જેલ હવાલે કર્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L