

વાંકાનેર તાલુકાના માટેલથી જામસર જતા માર્ગ પર આવેલા હોકળાના પુલ નજીક એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં મોટર ગ્રેડર મશીન નં. GJ-18-SS-0499 ના ચાલકે કોઈ તકેદારી લીધા વગર ઝડપથી મશીન રીવર્સમાં લેતા પાછળ ચાલીને જતા રાજાભાઇ નંદાશીયા નામના વૃદ્ધ મશીનની હડફેટે ચડી ગયા હતા, જેમાં રાજાભાઇ નંદાશીયાને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જેના પગલે આ બનાવમાં મૃતકના પુત્ર રમેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસમાં ગ્રેડર મશીનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આવી છે…



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



