Sunday, April 5, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મહિકા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ડિજિટલ એક્સ-રે ટીબી સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો....

    વાંકાનેરના મહિકા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ડિજિટલ એક્સ-રે ટીબી સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો….

    ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0ને સફળ બનાવવા અંતર્ગત વાંકાનેર તાલુકાના મહિકા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ડિજિટલ એક્સ-રે દ્વારા ટીબી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબી માટે વધુ સંવેદનશીલ ગણાતા વર્ગોને વહેલી તકે તપાસી રોગની ઓળખ કરવાનો હોય, જેમાં ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, ડાયાબિટીસના દર્દીઓ, અગાઉ ટીબી થયેલા દર્દીઓ, ફેફસાના ટીબીના દર્દીઓના પરિવારજનો, લાંબા સમયથી ધૂમ્રપાન કરતા, આલ્કોહોલ સેવન કરતા તેમજ બોડી માસ ઇન્ડેક્સ 18.5 કરતાં ઓછો હોય તેવા અતિ સંવેદનશીલ જૂથના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો….

    આ તમામ લાભાર્થીઓને મહિકા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે છાતીના ડિજિટલ એક્સ-રે વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન હેન્ડ હેલ્ડ પોર્ટેબલ મશીન દ્વારા ટીબી માટે જોખમ ધરાવતા 79 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!