વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે પોતાના ઘરે બપોરના સમયે આરામ કરતાં માતા-પુત્રને ઝેરી સાપે દંશ દેતા બંનેને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ બંને માતા-પુત્રના કરુણ મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવા મહીકા ગામની ધાર પાસે પોતાના ઘરે બપોરના ભોંયતળિયે આરામ કરતા કાજલબેન ઘોઘાભાઈ સોઢા (ઉ.વ. ૩૫) તથા તેમના પુત્ર કિશન ઘોઘાભાઈ સોઢા (ઉ.વ. ૧૦)ને ઝેરી સાપ કરડી જતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી બંને માતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખની છે કે એક ઘરમાં માતા-પુત્રનું સાપ કરડી જવાથી એક સાથે મોત થતા પરિવાર પર આફતોનો આભ તુટી પડ્યો છે….