Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેરના મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં 7.5 ફુટનો વધારો, હાલ પાણીની આવકમાં...

    વાંકાનેરના મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં 7.5 ફુટનો વધારો, હાલ પાણીની આવકમાં ઘટાડો….

    વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં છેલ્લી 24 કલાકમાં વધારો નોંધાયો છે, જેમાં ડેમ સાઇટ પર પડેલાં 08 ઇંચ વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હોય, જેમાં સવારે દસ વાગ્યે મચ્છુ ડેમની જળસપાટી 30.10 ફુટ નોંધાઇ છે, જ્યારે હાલ પાણીની આવકમાં ઘટાડો થયો છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે સવારથી સમગ્ર વાંકાનેર પંથકમાં શરૂ થયેલ વરસાદ છેલ્લા 24 કલાકથી સતત વરસી રહ્યો છે, જેમાં મચ્છુ ડેમ સાઇટ પર પણ વર્તમાન ચોમાસાની સિઝનમાં સૌથી સારો 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં 7.5 ફુટનો વધારો થતાં સવારે દસ વાગ્યે ડેમની સપાટી 30.10 ફુટ નોંધાઇ છે. રાત્રીના સમયે પાણીની સારી આવક શરૂ થયાં બાદ હાલ આવકમાં ઘટાડો થયો છે, જેમાં હાલ ડેમમાં 2,000 ક્યુસેક પાણીની આવક શરૂ હોવાની માહિતી મળી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!